લખનઉ: ઉત્તર પ્રદેશનું સોનભદ્ર હાલ ખુબ ચર્ચામાં છે. જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ શનિવારે સ્પષ્ટ કર્યું કે અહીંની સોનાની ખાણમાં 3000 ટન સોનું નહીં પરંતુ માત્ર 160 કિગ્રા સોનું હોવાનો દાવો કર્યો છે. જીએસઆઈના ડાઈરેક્ટર ડો.જી.એસ.તિવારીએ જણાવ્યું કે સોનભદ્રની ખાણમાં 3000 ટન સોનું હોનવાની વાત જીએસઆઈ સ્વીકારતું નથી. સોનભદ્રમાં 52806.25 ટન સોનું હોવાની વાત કરાઈ છે અને તે પણ શુદ્ધ સોનું તો નહીં જ. સોનભદ્રમાં મળેલા અશુદ્ધ સોનાના જથ્થામાંથી પ્રતિ ટન માત્ર 3.03 ગ્રામ સોનું જ નીકળશે. સમગ્ર ખાણમાંથી ફક્ત 160 કિલો સોનું જ મળી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિવારીએ કહ્યું કે સોનભદ્રમાં હજુ પણ સોનાની શોધ ચાલુ છે. જીએસઆઈનો સર્વે હજુ પણ ચાલુ છે. ત્યાં હજુ પણ સોનું મળી આવે તે શક્યતાથી ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ હાલ જે અશુદ્ધ સોનાનો જથ્થો મળ્યો છે તેમાંથી તો ફક્ત 160 કિલો જ શુદ્ધ સોનું નીકળી શકશે. 


તેમણે જણાવ્યું કે જીએસઆઈ દ્વારા અન્વેષણની યુએનએફસી માપદંડની જી 3 સ્તરની રિપોર્ટ ડાઈરેક્ટોરેટ ઓફ જીયોલોજી એન્ડ માઈનિંગને મોકલવામાં આવી છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ ઉત્તરી ક્ષેત્ર, લખનઉના ઉપરોક્ત અન્વેષણ રિપોર્ટના સંબંધમાં હરાજી સંબંધિત કાર્યવાહી માટે ડાઈરેક્ટોરેટ ઓફ જીયોલોજી એન્ડ માઈનિંગ લખનઉથી બનાવવામાં આવેલી એક ટીમ દ્વારા અન્વેષણ કરાયેલા વિસ્તારની ભૂમિ સંબંધિત રિપોર્ટ ડાઈરેક્ટોરેટમાંથી મળ્યો છે. 


તિવારીએ જણાવ્યું કે આ અંગે સોનભદ્રના જિલ્લાધિકારી પાસેથી ભૂમિ સંબંધિત રિપોર્ટ મેળવાઈ રહ્યો છે. ત્યારબાદ ક્ષેત્રને ભૂરાજસ્વ માનચિત્ર પર અંકિત કરીને ખનન માટે ઉપયુક્ત ક્ષેત્રની જરૂરી ઔપચારિકતા પૂરી કરીને હરાજીની કાર્યવાહી  કરવામાં આવશે. 


આ બાજુ કોલકાતામાં જીએસાઈના ડાઈરેક્ટર જનરલ એમ શ્રીધરે કહ્યું કે જીએસઆઈ તરફથી કોઈ પણ પ્રકારનો ડેટા આપવામાં આવતો નથી. જીએસઆઈએ સોનભદ્રમાં આટલું સોનું હોવાનું અનુમાન લગાવ્યું નથી. તેમણે કહ્યું કે રાજ્ય યુનિટ સાથે સર્વે કર્યા બાદ કોઈ ધાતુ મળવાની જાણકારી શેર કરાય છે. જીએસઆઈએ આ વિસ્તારમાં 1998-99 અને 1999-2000માં ખોદકામ કર્યું હતું, તે રિપોર્ટ ઉત્તર પ્રદેશના ડીજીએમ સાથે શેર કરાયો હતો. જેથી કરાને આગળ કાર્યવાહી થઈ શકે. શ્રીધરે  કહ્યું કે સોના માટે જીએસઆઈ તરફથી થયેલું ખોદકામ સંતોષજનક નહતુ અને અમે સોનભદ્ર જિલ્લામાં સોનાના વિશાળ સ્ત્રોતના પરિણામથી કઈ બહુ વધુ ઉત્સાહિત પણ નહતાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...